Saturday, October 3, 2026

TET-II સુધારેલ અભ્યાસક્રમ (ધોરણ 6 થી 8) – ગુજરાત TET 2 Syllabus

TET-II સુધારેલ અભ્યાસક્રમ (ધોરણ 6 થી 8)

ધોરણ 6 થી 8 ના પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી (TET-II) નો ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગનો સુધારેલ અભ્યાસક્રમ અહીં આપ્યો છે. પરીક્ષાની તૈયારી શરૂ કરતા પહેલાં આ syllabus ધ્યાનથી વાંચો.

TET-II સુધારેલ અભ્યાસક્રમ

પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી (ધોરણ ૬ થી ૮ માટે)

ગુજરાત સરકાર • શિક્ષણ વિભાગ • સુધારા ઠરાવ ક્રમાંક: પીઆરઇ/૧૧૧૧/૭૧૧/ક

તારીખ: ૦૮/૧૦/૨૦૨૫

કુલ ૨ વિભાગ
વિભાગ-૧: ૭૫ ગુણ
વિભાગ-૨: ૭૫ ગુણ
દરેક પ્રશ્નનો ૧ ગુણ. આ કસોટીમાં બે વિભાગ રહેશે: વિભાગ-૧ (કુલ ૭૫ પ્રશ્નો) અને વિભાગ-૨ (કુલ ૭૫ પ્રશ્નો).
ગુણભાર એક નજરે
વિભાગવિષયપ્રશ્નો / ગુણ
વિભાગ-૧બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર૨૫
ભાષા (ગુજરાતી અને અંગ્રેજી)૨૫
સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો૨૫
વિભાગ-૨ગણિત-વિજ્ઞાન અથવા ભાષાઓ અથવા સામાજિક વિજ્ઞાન૭૫
વિભાગ - ૧ કુલ ૭૫ પ્રશ્નો • ૭૫ ગુણ
(૧) બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર ૨૫ ગુણ • ૨૫ પ્રશ્નો
(A) બાળ વિકાસ ૧૦ ગુણ • ૧૦ પ્રશ્નો
  • વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ
  • બાળ વિકાસના સિધ્ધાંતો
  • વારસો અને વાતાવરણની બાળ વિકાસ પર અસર
  • સામાજિકીકરણ પ્રક્રિયા: સામાજિક જગત અને બાળક (શિક્ષક, માતાપિતા, સહપાઠી)
  • જીન પિયાજેના અધ્યયન રચનાત્મક સિદ્ધાંત, વાયગોત્સ્કીનો અધ્યયનના સામાજિક સંરચનાવાદનો સિદ્ધાંત
  • અધ્યયનના સિદ્ધાંતો: (સ્કીનર, થાર્નડાઈક, પાવલોવ)
  • બાળકેન્દ્રી શિક્ષણ
  • બુદ્ધિ: સંકલ્પના, હાવર્ડ-ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, સાંવેગિક બુદ્ધિ
  • જાતિ વિષયક ભેદ દૂર કરવામાં કેળવણીની ભૂમિકા
  • વૈયક્તિક ભિન્નતા: (ભાષા, જાતિ, સમાજ, ધર્મ વગેરે આધારિત)
  • અધ્યેતાની ભાષા અને શાળા
  • મૂલ્યાંકન: (સંકલ્પના, અધ્યયનનું મૂલ્યાંકન, અધ્યયન માટેનું મૂલ્યાંકન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન)
  • વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનની વિકાસ અને અધ્યેતાઓની અધ્યયન સિધ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના
(B) સમાવેશી શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરીયાતવાળા બાળકોની સમજ ૦૫ ગુણ • ૦૫ પ્રશ્નો
  • ઉપેક્ષિત, વંચિત અને વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાને સંબોધવા
  • અધ્યયન અક્ષમતા અથવા દિવ્યાંગતા ધરાવતા બાળકોની જરૂરિયાતને સંબોધવી
  • (મેધાવી અધ્યેતાની જરૂરિયાતોને સંબોધવી) / પ્રતિભાશાળી, સર્જનાત્મક અને વિશિષ્ટ ક્ષમતા ધરાવતા અધ્યેતાને સંબોધવા
  • સમાવેશી શાળા અને શિક્ષક
(C) અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર ૧૦ ગુણ • ૧૦ પ્રશ્નો
  • વિદ્યાર્થી કઈ રીતે વિચારે છે અને શીખે છે?
  • અધ્યેતાની શૈક્ષણિક સિદ્ધિમાં પછાતપણાના કારણો
  • શાળામાં અને શાળા બહાર થતાં અધ્યયન વચ્ચેનો સંબંધ અને તફાવત
  • અધ્યયનમાં સામાજિક-સાંસ્કૃતિક અને જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ
  • સંરચનાત્મક 5 'E' મોડેલ
  • પ્રેરણાના સિધ્ધાંતો
  • અધ્યયનને અસર કરતા પરિબળો
  • અધ્યયન સંક્રમણ
  • અધ્યાપન સૂત્રો
(૨) ભાષા (ગુજરાતી અને અંગ્રેજી) ૨૫ ગુણ • ૨૫ પ્રશ્નો

ભાષાકીય સજ્જતા અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર, આંતરક્રિયાને લગતી સજ્જતા, ભાષાના મુળતત્વો, પ્રત્યાયન અને સાર અર્થ ગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો. તેમજ:

  • અપરિચિત પાઠો વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)
  • પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્કુશળતા (ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે)
  • શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
ગુજરાતી ભાષામાં ભાષાકીય સજ્જતાનું મૂલ્યાંકન થશે, જ્યારે અંગ્રેજીમાં ભાષાના મૂળભૂત તત્ત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન થશે.
(૩) સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો ૨૫ ગુણ • ૨૫ પ્રશ્નો

સામાન્ય જ્ઞાન, Reasoning Ability, Logical Ability, Teaching Aptitude, Data Interpretation જેવી બાબતો આધારિત પ્રશ્નો તેમજ શિક્ષણના વર્તમાન પ્રવાહોના પ્રશ્નો.

વિભાગ - ૨ કુલ ૭૫ પ્રશ્નો • ૭૫ ગુણ
આ વિભાગમાં નીચેના વિષયો પૈકી જે તે ઉમેદવારે પોતાની લાયકાત મુજબનો એક વિષય રાખવાનો રહેશે.
(A) ગણિત અને વિજ્ઞાન કુલ ૭૫ ગુણ • ૭૫ પ્રશ્નો
ગણિતના વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર ૪૦ ગુણ • ૪૦ પ્રશ્નો
ગણિત વિષય વસ્તુ (૨૫ ગુણ • ૨૫ પ્રશ્નો)
  • ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત વિષયવસ્તુનુ વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન.
  • આ કસોટીમાં ધોરણ ૬ થી ૮ ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૨) સુધીનો રહેશે.
ગણિતનું પદ્ધતિશાસ્ત્ર (૧૫ ગુણ • ૧૫ પ્રશ્નો)
  • ગણિતનું સ્વરૂપ
  • અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન
  • ગણિતની ભાષા
  • સમુદાય ગણિત
  • મૂલ્યાંકન
  • ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)
  • ગણિત શિક્ષણની મુશ્કેલીઓ
  • ગણિત શિક્ષણના મૂલ્યો
  • ગણિત શિક્ષણના હેતુઓ
  • ગણિત શિક્ષણની પધ્ધતિ: નિદર્શન, પ્રયોગ, પ્રોજેક્ટ, આગમન-નિગમન, પૃથક્કરણ-સંયોગીકરણ
  • ગણિતનો અન્ય વિષય અને અનુબંધ
વિજ્ઞાનના વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર ૩૫ ગુણ • ૩૫ પ્રશ્નો
વિજ્ઞાન વિષય વસ્તુ (૨૫ ગુણ • ૨૫ પ્રશ્નો)
  • વિજ્ઞાન વિષયમાં વ્યાવહારિક વિજ્ઞાન, રોજ બરોજના અનુભવ સાથેનું વિજ્ઞાન, સ્વાનુભવો, અવલોકન અને નિરીક્ષણ આધારિત પ્રશ્નો.
  • આ કસોટીમાં ધોરણ ૬ થી ૮ ના વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૨) સુધીનો રહેશે.
વિજ્ઞાનનું પદ્ધતિ શાસ્ત્ર (૧૦ ગુણ • ૧૦ પ્રશ્નો)
  • વિજ્ઞાનનું સ્વરૂપ અને માળખું
  • કુદરતી વિજ્ઞાન - લક્ષ્યો અને ઉદ્દેશ્યો
  • વિજ્ઞાનની સમજણ અને કદર
  • અભિગમો
  • નિદર્શન, પ્રયોગ, શોધ, પ્રદર્શન, પ્રોજેક્ટ (વિજ્ઞાન શિક્ષણની પધ્ધતિ)
  • વિજ્ઞાન શિક્ષણમાં અધ્યયન-અધ્યાપન સામગ્રી
  • મૂલ્યાંકન (જ્ઞાનાત્મક, મનોશારીરિક, ભાવનાત્મક)
  • નિદાનાત્મક-ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)
  • વિજ્ઞાન વિષયમાં નવીનીકરણ
  • વિજ્ઞાન મંડળ, ક્ષેત્રિય મુલાકાત
  • વિજ્ઞાન પ્રયોગ શાળા
અથવા
(B) ભાષા ૭૫ ગુણ • ૭૫ પ્રશ્નો

ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતર ક્રિયાને લગતી સજ્જતાના મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મુળભુત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ ૬ થી ૮ ના ભાષા વિષયના અભ્યાસક્રમને આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૨) સુધીનો રહેશે.

ભાષાવિષય વસ્તુપધ્ધતિ શાસ્ત્રકુલ ગુણ
ગુજરાતી૧૫૫૨૦
અંગ્રેજી૧૫૫૨૦
હિન્દી૧૫૫૨૦
સંસ્કૃત / ઉર્દૂ / મરાઠી૧૦૫૧૫
ભાષા વિષયનું પધ્ધતિ શાસ્ત્ર ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તેમજ સંસ્કૃત/ઉર્દૂ/મરાઠી
  • અભ્યાસ (Learning) અને અધિગમ (Acquisition) શીખવું અને સંપ્રાપ્તિ
  • ભાષા શિક્ષણના સિદ્ધાંતો
  • ભાષા વિકાસ માટે શ્રવણ અને કથનની ભૂમિકા
  • IT (માહિતી ટેકનોલોજી) નો સાધન તરીકે ઉપયોગ
  • વિચારોને મૌખિક અને લેખિત રીતે વ્યક્ત કરવા માટે વ્યાકરણની સમીક્ષાત્મક ભૂમિકા
  • વિવિધતા ધરાવતા વર્ગખંડમાં ભાષા શિક્ષણના પડકારો; ભાષા સંબંધિત મુશ્કેલીઓ, ભૂલો અને અવરોધો
  • ભાષાકૌશલ્ય (સાંભળવું, બોલવું, વાંચવું, લખવું, અર્થગ્રહણ, અભિવ્યક્તિ, શબ્દભંડોળ)
  • ભાષા કૌશલ્યોનું મૂલ્યાંકન
  • અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, બહુભાષીય સ્રોતો
  • ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)
અથવા
(C) સામાજિક વિજ્ઞાન - પધ્ધતિ શાસ્ત્ર ૭૫ ગુણ • ૭૫ પ્રશ્નો
સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુ ૫૦ ગુણ • ૫૦ પ્રશ્નો
  • સામાજિક વિજ્ઞાનમાં દેશ-પ્રદેશની ભૂગોળ/ઈતિહાસ, દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ, સામાજિક મૂલ્યો જેવી બાબતોને આવરી લેવાશે.
  • આ કસોટીમાં ધોરણ ૬ થી ૮ ના સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૨) સુધીનો રહેશે.
સામાજિક વિજ્ઞાન પધ્ધતિ શાસ્ત્ર ૨૫ ગુણ • ૨૫ પ્રશ્નો
  • સામાજિક વિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપ
  • સામાજિક વિજ્ઞાન વિષયમાં નિર્ણયાત્મક શક્તિ
  • વિવેચનાત્મક યાદશકિત વિકસાવવી
  • તપાસ/અનુભવજન્ય પુરાવાઓ
  • સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો
  • વર્ગખંડ પ્રક્રિયાઓ અને પધ્ધતિઓ
  • આધાર પધ્ધતિ
  • જીવનવૃતાંત પધ્ધતિ
  • પ્રાદેશિક પધ્ધતિ (કુદરતી પ્રદેશ પધ્ધતિ)
  • પ્રોજેક્ટ પધ્ધતિ
  • આત્મકથા પધ્ધતિ
  • આગમન-નિગમન
  • પ્રવાસ પધ્ધતિ
  • સામાજિક વિજ્ઞાન શિક્ષણ માટે અધ્યયન-અધ્યાપન સામગ્રી: પૃથ્વીનો ગોળો, નકશા, ચાર્ટસ, ચિત્રો, સિક્કા, નમૂના, સમય રેખા, એટલાસ
  • સામાજિક વિજ્ઞાન/અભ્યાસ શીખવવાની મુશ્કેલીઓ
  • સામાજિક વિજ્ઞાનનો અન્ય વિષયો સાથેનો અનુબંધ
  • સામાજિક વિજ્ઞાન વિષયના સંદર્ભો (સંદર્ભ, પુસ્તકો, મેગેઝિન, Websites વગેરે)
  • સામાજિક વિજ્ઞાન ખંડ અને સામાજિક વિજ્ઞાન મંડળ
  • સામાજિક વિજ્ઞાન શિક્ષણ દ્વારા મૂલ્ય શિક્ષણ
  • સામાજિક વિજ્ઞાન શિક્ષણ અને ક્ષેત્ર મુલાકાત
આ વિભાગના તા. ૨૭/૦૪/૨૦૧૧ ના ઠરાવની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે. આ ઠરાવ સરકારશ્રીની મળેલ અનુમતિ અન્વયે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
સ્રોત: શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર (સુધારા ઠરાવ તા. ૦૮/૧૦/૨૦૨૫)

સ્રોત અને નોંધ: આ સામગ્રી વિદ્યાર્થીઓની તૈયારી માટે સરળ ભાષામાં તૈયાર કરી છે. પરીક્ષા અંગેની સત્તાવાર માહિતી માટે સંબંધિત બોર્ડ/શિક્ષણ વિભાગની વેબસાઇટ અને પાઠ્યપુસ્તક જુઓ.

કોઈ ભૂલ જણાય તો અમને જણાવો.  |  Disclaimer

No comments:

Post a Comment